19 - કારણ એમ નથી જડવાનું !... / અનિલ વાળા


કારણ એમ નથી જડવાનું !
તારે તારી જાત તણાં કણકણની સાથે છેવટ લગ લડવાનું...
કારણ એમ નથી જડવાનું !

સૂરજ વિનાનો દિવસ ઊગે, અંધારા વિણ રાત;
સમય વિનાનાં યુગો જન્મે દીકરામાંથી તાત !

એક કુંડાળું રચી જીવનું એની સાથે વાસી થઈ સડવાનું....
કારણ એમ નથી જડવાનું !

બથ ભરી આકાશ પીવાથી એમ ચડે ના કેફ ;
ધીમે વાયરે પર્વત ઊડે, જાણે ઊડતી રેફ !

રોજ સાંજરે ગાલ ઉપરથી દરિયો થઈને તારે તો દડવાનું...
કારણ એમ નથી જડવાનું !


0 comments


Leave comment