20 - બી પ્રેક્ટીકલનું ગીત... / અનિલ વાળા
ગીરો મૂકી દે તારી અક્કલ, બી પ્રેક્ટીકલ....
રે, સજનવા ! બી પ્રેક્ટીકલ.
જળ વલોવી ઘી કાઢજે, રેતીમાંથી તેલ :
ગટર તણાં પાણીથી તું ધોજે રે મનનાં મેલ.
સપનું નહીં જોવાનું તારે જેની નવી વકલ....
રે, સજનવા ! બી પ્રેક્ટીકલ.
તને નહીં સમજાય રે આ તો અવળાં-સવળાં ખેલ,
પુરુષોને પણ રહેતાં અહીંયા હરામનાં હમેલ :
ટોપી વાનરની પહેરીને કરજે નવી નકલ....
રે, સજનવા ! બી પ્રેક્ટીકલ.
0 comments
Leave comment