22 - પગરવ મારી પાસે... / અનિલ વાળા
પડછાયો પરદેશ ગયો છે પગરવ મારી પાસે,
અહીં લગી આવ્યો છું હું તો પગરવ કેરી સુવાસે.
પગરવનાં સહુ પગ પૂજે છે મંગલ અવસર માટે,
આવ્યાનાં ભણકારાં વેચે લોકો શિરને માટે.
શ્વાસ શ્વસે છે બધાં અહીં તો પગરવજીનાં શ્વાસે....
પગરવનો એક મ્હેલ, મ્હેલમાં સપનાં વસે હજારો,
મોત નામનું મત્તું વાગતું, વારા ફરતી વારો.
મારી ગયો એક દરિયો જાણે માછલીઓનાં ત્રાસે...
પડછાયાની ઠેસ વાગતાં તૂટી પવનની લ્હેર,
એવો રે સંદેશ આવ્યો પિયુ અમારે ઘેર.
ખાલીપો આંગણ ઓરાવ્યો પડછાયાનાં પ્રાસે....
0 comments
Leave comment