26 - પથ્થર પાણી પાણી ! / અનિલ વાળા
બાગે જ્યાં સંભળાવી એને ફૂલની પ્રેમ કહાણી :
ત્યાં પથ્થર પાણી પાણી !
પથ્થર પોતાને સમજ્યો’તો ધૂળ તણો અવતાર,
લાગ્યું’તું પોતાનું જીવન અવનિ ઉપર ભાર !
આજે સમજ્યો :
હોઈ શકે છે અહીંયાં જીવન ફૂલનું પણ ધૂળધાણી ....
ત્યાં પથ્થર પાણી પાણી....
ફોરમ નામે ખતરનાક ચીજ ફૂલનાં ફૂરચાં કરતી,
પથ્થર યાને પથ્થર, જેમાં નહીં ઓટ કે ભરતી !
બોક બધાંની અહીંયા તો છે પહેલેથી કૂખકાણી...
ત્યાં પથ્થર પાણી પાણી !
0 comments
Leave comment