29 - પ્રેમગીત / અનિલ વાળા


આવડું તે વ્હાલ મને આલ મા...
તું પણ ધુમાડાની ધાર ઉપર ચાલ મા...

મને રોજ રોજ સપનાંઓ જોવાની ટેવ;
તને સપનાં પર દસ્તાખત કરવાની ટેવ !

વરસેલાં વાદળ પર સપનાંઓ ચીતરું છું હાલમાં...
આવડું તે વ્હાલ મને આલ મા...

છાપામાં આવે છે ધોધમાર કિસ્સાઓ;
ઊગે છે કાગળમાં ક્યાંથી બગીચાઓ ?

એકધારી એટલે કે કોયલ ટહુકે છે તારા ગાલમાં....
આવડું તે વ્હાલ મને આલમાં....

મારી આંગળીમાં આજકાલ હરણાંઓ ઠેકે;
ને તારી છાતીમાં ઊગેલાં મોગરાઓ મ્હેકે !

ક્યાંક આયખું વીતી ન જાય થોડા સવાલમાં....
આવડું તે વ્હાલ મને આલ મા....


0 comments


Leave comment