17 - પ્રકરણ – ૧૭ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


    ઘુવડની આંખમાંથી સ્ત્રવતા અંધકારના મેરુ પર કોયલના ટહુકાની ધ્વજા રોપવી; પોપટના કાંઠલામાં કીડીના રાફડાને જગ્યા કરી આપવી; એલાર્મ પીસની ચાવીએ ટૂંટિયું વાળીને ટિંગાઈ રહેવું; વરસતા વરસાદને ઝીલતા બારીના કાચની પાછળ રચાતાં પડછાયાની રેખાઓને સેન્ડપેપર વડે ઘસીને સુંવાળી બનાવવી; પાનવાળાની દુકાને લટકતા અરીસામાં ડોકિયું કરતી વખતે માથાના વાળની લટને સહેજ વિખેરીને કપાળ ઉપર લાવવી, ફોરસ રોડની વેશ્યાના તમાકુ ખાવાથી સડી ગયેલા દાંતમાં ભરાયેલી સુકાયેલી માંસની સાળીને ખોતરવા માટેનો સોયો ખરીદવો; સિનેમાના પોસ્ટર પર પાનની પિચકારી મારી હિરોઈનના ગુલાબી ગાલને ભીંજવી નાંખવા; કેટકેટલાં કામ હજી તો અધૂરાં પડ્યાં છે !


0 comments


Leave comment