2.2 - ભૂ-કંપ ઉર્ફે એક શોધ – ૨ / રાજેન્દ્ર પટેલ


જે હતું ને જે છે
તેને ફરી ફરીને શોધે છે એક શોધ.
જે ન હતું અને જે છે
તેને વાઘ નહોરથી ફાડી જુએ છે આ શોધ.
જે નથી અને જે કદાચ રહેવાનું છે
એ વાઘ પગલાં પછવાડે-પછવાડે
શોધે છે પોતાને.
શોધે એક મૂળ
શોધે એક એક ભૂલ.
આજ સુધી શોધ ન કરવાની સજા તો
સર્જે છે ન દેખાતો ભૂ-કંપ.
વન વન ભટકતાં
શોધકને માટે
તળે ઉપર થતી એ ધસમસે
ધૂળ રગદોળાયેલી
એક શોધ.


0 comments


Leave comment