2.3 - ભૂ-કંપ ઉર્ફે એક શોધ – ૩ / રાજેન્દ્ર પટેલ


બે ખરતાં પાંદડાંની વચ્ચે
શોધે જે વસંત,
મૂળના મૂંગા અતલમાંથી
જુએ છે આકાશ
એ આદરે
એક શોધ.
વનની લીલથી નગરનાં કાટ સુધી
જે ભટકે ક્ષણેક્ષણે
અંદર બહાર
એ કરે છે
એક શોધનો આરંભ,
અને રોકે છે ભૂ-કંપ.


0 comments


Leave comment