૬૦ - અમસ્તી ન ધ્રૂજે સમયની સપાટી / મનોજ ખંડેરિયા


અમસ્તી ન ધ્રૂજે સમયની સપાટી
નીચે કોઈ પડખું ફરે લાશ દાટી

તમે જે લખ્યું આ તો એની જ ચર્ચા
નહીંતર અમારી હતી કોરી પાટી

વહે લોહીમાં ઘાસની મત્ત ખુશ્બૂ
ચરણ એમાં બોળીને બેઠી રુવાંટી

કશું આજ નક્કી થયું કે થવાનું !
હવા આજની દોસ્ત, ખરબચડી ખાટી

ગઝલ –ગરવું જળ, ક્યાંથી સીંચાય શબ્દે
અતળ ઊંડો કૂવો અને બોક ફાટી


0 comments


Leave comment