28 - સાંજને અંધારનું પાદર ગણી / અંકિત ત્રિવેદી
સાંજને અંધારનું પાદર ગણી,
સાંભળું છું હું મને ઝાલર ગણી.
અક્ષરોમાં મેં મને ધારી લીધો,
ને તને કાનો અને માતર ગણી.
રાહ જોતું કે ટકોરા વાગશે,
એક પંખી ઝાડને ટાવર ગણી.
પાનું કોરું જોઈને કોઈ કબીર,
અક્ષરો વણતો રહ્યો ચાદર ગણી.
તું સફળતાને પચાવી રાખજે,
ચઢ-ઊતર કરતો નહીં દાદર ગણી.
0 comments
Leave comment