69 - પ્હાડથી પણ કઠણ એક પળ નીકળે / હર્ષ બ્રહ્મભટ્ટ
પ્હાડથી પણ કઠણ એક પળ નીકળે,
આંખ મીંચું તો થૈને કમળ નીકળે.
કેટલી સાંજ ડૂબી છે પત્તો નથી,
આંસુઓમાન્ય ઊંડા વમળ નીકળે.
એ જ લોકોનો પડછાયો થૈને જીવ્યો,
જેની સાથે ન એકેય પળ નીકળે.
નમ્રતાની – કરુણાની મૂતિ સમો,
એ જ માણસ અસલમાં સબળ નીકળે.
એકલો ક્યાંય એકલતા મૂકતી નથી,
સ્વપ્નમાં પણ હવે સૂના સ્થળ નીકળે.
0 comments
Leave comment