33 - જાતને હાથે કરી હંફાવશે / અંકિત ત્રિવેદી
જાતને હાથે કરી હંફાવશે,
આંખના દરિયામાં મોજાં લાવશે.
દોસ્ત બનવા હાથ લંબાવ્યો અમે,
સ્વપ્નને કહો હાથનેે લંબાવશે?
જોતજોતાંમાં જ મોટા થાય છે,
પડછાયાને મારાં કપડાં આવશે?
આ દિવસને સૂર્ય જેવો સૂર્ય પણ,
પાનમાં મૂકીને પાછો ચાવશે.
એ અબોલા રાખવા માટે હવે,
શું બીજું? બસ, વારતા લંબાવશે.
0 comments
Leave comment