32 - અબે, ઓ છમિયા.... / અનિલ વાળા
તું કઈ ઘંટીનો લોટ પીસેલો ખાઈ રહી છો ?
હું છું કે સાવ કોરો-મોરો ને તું કુંવારા તડકાથી કેવું નાહી રહી છો ?
અબે, ઓ છમિયા ! તારાં રૂપની મસ્ત હેલીએ પાદર આખું પલળ્યું,
મારામાં મારા હોવાનું તંત્ર જેમ કે આખે આખું કથળ્યું !
તું છો કે જે કાચ સમા તૂટેલાં સપનાં ઉપર કેવું ગાઈ રહી છો ?
તું કઈ ઘંટીનો લોટ પીસેલો ખાઈ રહી છો ?
ગબ્બરની ગોખે જે દીવડો શગે બળ્યો તે બળી ગયો. મૂળમાંથી
હું તો બસ આ વીણ્યા કરું છું તારી પગલી આમ પડી ધૂળમાંથી....
લોલ પવનની ઠંડી લ્હેરો જેવું ઉપરા ઉપરી કેવું વાઈ રહી છો ?
તું કઈ ઘંટીનો લોટ પીસેલો ખાઈ રહી છો ?
0 comments
Leave comment