35 - જલ્સા પાણી લીલાં લ્હેર... / અનિલ વાળા


નીચે ધરતી ઉપર આભ, ઈશ્વરની આ કેવી મહેર !
જલ્સા પાણી લીલાં લ્હેર...

જોયાનું દુ:ખ છે એનાથી જાણ્યાનું છે ઝાઝું,
હવા ખાઈને જીવવું જાણે છે વાંકડિયા કાજુ !

બાર સાંધવા બેસી જાવું, છો ને તૂટતાં પાછાં તેર !
જલ્સા પાણી લીલાં લ્હેર...

ઘરનું ઘર ન હોય એમને શું માન કે શું અપમાન ?
દીવાલો ખિસ્સામાં રાખે, મન ફાવે ત્યાં બને મકાન !

મસ્ત ફકીરા માણસજીને હોય દેર કે હો અંધેર...
જલ્સા પાણી લીલાં લ્હેર...


0 comments


Leave comment