38 - વાત તો સીધી – સાદી.. / અનિલ વાળા

છે ને વાત તો સીધી - સાદી...
શરીર તારું પ્હેરે છે પણ મન પ્હેરે છે ખાદી ?

પોતડી પહેરી કદી ગોડસે થઈ શકવાનો ગાંધી ?
હિટલરના હૈયામાં હોતી હશે પ્રેમની આાંધી ?

ખેંચમ્તાણીમાં જ તૂટી છે આ સત્તાની ગાદી....
શરીર તારું પ્હેરે છે પણ મન પ્હેરે છે ખાદી ?

ગાંધી થાવા નીકળ્યો છે તું સૂકી સૂંઠનો એક ગાંગડો બાંધી,
લડી લડીને અંતે કેવી ખોટની ખીચડી રાંધી ?

દઈ નોંતરું ઘરને ફળિયે બોલાવી બરબાદી ?
શરીર તારું પ્હેરે છે પણ મન પ્હેરે છે ખાદી ?

0 comments

Leave comment