39 - કાગળ ફાટે... / અનિલ વાળા


કાગળ ફાટે એવી રીતે ચરરર દઈ
ચીરાઈ ગયો એક ચહેરો....
તે દિ’થી મારો ઈશ્વર પણ બની ગયો છે બહેરો !

ખાવા પીવા લોટ હતો એક ચહેરો ને તેય હવે તો ફાટયો;
રોઈ રોઈને અંતે એને વીસ ફૂટ ઊંડે દાટયો.

ભૂલી જવાનાં લાખ કીધાં યત્નો ને તોયે મનમાં ઘાલ્યો ઘેરો...
ચીરાઈ ગયો એક ચહેરો...

નવો ચહેરો લેવો છે પણ ચહેરાની છે તંગી,
કોઈ કંપની કેમ ન કરતી એની ઉપજ જંગી ?

ખોદી કાઢી, ફાટેલાં ચહેરાને ફેવીકોલ લગાવી પહેર્યો....
તે દિ’થી મારો ઈશ્વર પણ બની ગયો છે બહેરો !


0 comments


Leave comment