41 - હું તને કહું છું : / અનિલ વાળા


અલી, એઈ ! હું તને કહું છું : થોડું તો તું સાંભળ :
કાયમ કાયમ કેમ કહે છે મને વરસવા,
હું છું થોડો વાદળ ?

વખત આવતાં દેખાડી દઉં
મારામાં પાણી છે એ તો ઠીક;
માણસને બદલે તું કહી દે મને વાદળું
તો...તો.... ખૂબ લાગે છે બીક !

પાંખ વગર એ ઊડી જવાનું, આ જીવતર છે ઝાકળ !
થોડું તો તું સાંભળ...

આંખોનો પર્યાય અગર આકાશ થાય
તો આંસુને કહેવાય પછી વરસાદ;
તું વરસે કે હું વરસું પણ વરસવાનું
તોય હવે ક્યાં આપણને છે યાદ ?

તું લખ મને કે પાડ લીટાઓ : હું છું તારો કાગળ !
થોડું તો તું સાંભળ.....


0 comments


Leave comment