43 - કેમ તને..... / અનિલ વાળા
કેમ તને વ્હેમ એવો જાય છે ?
આજકાલ મોસમનો પહેલો વરસાદ મારા આંગણામાં સૌ પ્હેલો થાય છે.
જાતને તો ઠીક તારું પોતાનું ચોમાસું સાચવતાં શીખ,
કોઈ ભીખારીને આપી દેવાય નહીં આપણાં ચોમાસાંની ભીખ !
આંગણામાં એવું તો પાણી રેલાય છે....
આજકાલ મોસમનો પહેલો વરસાદ મારા આંગણામાં સૌ પ્હેલો થાય છે.
જાતને ઝબોળવાથી પાપ તો ધોવાય પણ નદીઓને નાકમાં પ્હેરાય ?
ચોમાસું નક્કફ્ટ થઈ આખાએ દેહ પર ઝરમરતું કેવું લ્હેરાય !
જળની વાછંટ કદી મુઠ્ઠીમાં માય છે ?
આજકાલ મોસમનો પહેલો વરસાદ મારા આાંગણામાં સૌ પ્હેલો થાય છે...
0 comments
Leave comment