44 - ચોમાસું મારામાં... / અનિલ વાળા
ચોમાસું મારામાં અઢળક લીલું લીલું ગાજે....
પ્રિયતમાના પગનું ઝાંઝર જરાક ઝીણું વાજે...
અશોકનું હું વૃક્ષ હોત તો
પાદ પ્રહારો પામત;
વગર મોસમે ફૂલો આવત
હું પણ કેવો જામત ?
આંખ્યની ઝરમરને ઝીલતાં કપોલ મારાં દાજે...
યક્ષ હોત તો દેત મોકલી
દૂર દેશ સંદેશો,
માણસ થઈને નીત કાઢવાં
વાદળ જેવાં વેશો ?
ગીત અધૂરું છોડ્યું, છેડ્યું મુખડું શોભા કાજે....
0 comments
Leave comment