45 - પત્નીને... / અનિલ વાળા


હું તારાં માટે જીવું છું....
તું સપનામાં આવે કે ન આવે તેથી શું ?

નથી ગણતરી પણ હૃદય છે
એય ભલા શું ઓછું છે ?
આાંસુ પાણીદાર નથી પણ,
આંસુ મારું પોચું છે.

સમય મળે તો હું ય ઝંખું છું તુજને ભૂરું ભૂરું...
તું સપનામાં આવે કે ન આવે તેથી શું ?

બંધ કમાડો હોય છે તારાં
તો ય હું તુજમાં ખૂલું;
ધબકારે ધબકારે ધબકું
કદી મને પણ ભૂલું...

મીઠું દરદ હું મારાં મનનું સહેતો મૂંગું મૂંગું....
તું સપનામાં આવે કે ન આવે તેથી શું ?


0 comments


Leave comment