46 - પાંખ હશે તો... / અનિલ વાળા
પાંખ હશે તો મળી રહેશે આભ તને ઊડવાને,
હશે જિંદગી તો જડશે રે કારણ પણ જીવવાને
કમળવનોને તળાવ મળતાં ને ભમરાને ફૂલો
પગલું માંડે એનાં માટે ચહુદિશ રસ્તા ખૂલો
મોર હોય તો મળી રહે રે પીંછા થનગનવાને
કીડી કીડીને કણ મળવાનાં, મળે મણ હાથીને
સમજણ મળશે મહાપ્રભુથી પંથ ભૂલ્યા સાથીને
રંગ હોય તો મળશે પીંછી કશુંક ચીતરવાને...
0 comments
Leave comment