48 - બાળકનાં વિસ્મયનું ગીત ઊર્ફ કવિનો બુદ્ધિજીવીને ઉત્તર / અનિલ વાળા
જે બુદ્ધિમાંથી બહાર નીકળી બાળક થઈને આવે,
એવાંને બસ એવાંને ને એવાંને ઈશ્વર અપનાવે !
હોય ગણતરી-બાજ જે, તેઓ ફદિયે ફાંટું ફાડે,
ખુદની જાત ખુદાને ભૂલી, ‘હું’ની સાથે અથાડે !
ઉજજડ રણમાં તરસ લાગતાં પ્રભુ પાણી પ્રગટાવે...
કાવડિયાનાં કડવાં વેલા, કડવા ફળને પામે,
બાળક થઈ ઈશ્વર આરાધે તો તું પણ થોડો જામે !
હઠ કરી હરખાય હમેશાં જે બાળકને દાવે...
કાવા-દાવા કીધા કરે તે કાયમ ભીતર કણસે.
વખત આવતાં સંબંધ એનાં વાત વિનાં પણ વણસે.
હૃદય-શબ્દ તો ચીરી નાખે શિકાર એક જ ઘાવે.
0 comments
Leave comment