3.1 - વિસ્ફોટ – ૧ / રાજેન્દ્ર પટેલ
ક્ષણે ક્ષણે અવિરત થતા હોય છે
વિસ્ફોટ,
બ્રહ્માંડે
પંડે
કે પછી પૃથ્વી પટે
કણ-કણમાં
લીલાં વમળ સર્જતા
થતાં હોય છે અવનવા વિસ્ફોટ!
અજ્ઞાતને અવળસવળ કરતા
અંધકારને તોડતાં
આભને જગાડતાં
છેવટે વરસતાં હોય છે
પોતાનું સર્વસ્વ વરસાવતાં
આ બધા વિસ્ફોટો.
0 comments
Leave comment