3.2 - વિસ્ફોટ – ૨ / રાજેન્દ્ર પટેલ


પૃથ્વીના વિસ્ફોટ તો ભલે વિસ્તરે
પંડના કોષ કોષમાં થતા
અગણિત વિસ્ફોટ સર્જે
કાળા પ્રવાહ
સામેના સિપાઈઓ.
પણ ખરેખરાં વિકટ છે
મનમાં થતા વિસ્ફોટ !

ખેતરના અણુએ અણુમાં
સર્જાતા અંકુરની એક વાત છે,
વરસતા વાદળના
ગડગડાટની બીજી વાત
પણ ખતરનાક તો
મનના વિસ્કોટો.
એ વિસ્તારને સંકોચે
કોઈ અજાણ્યા બ્લેક-હોલની જેમ
સમેટાતા જાય
એકની અંદર એક
જયાં સુધી બને નિ:શેષ.

વિસ્ફોટ વિસ્ફોટમાં ફેર હોય છે
એક રચે છે લીલાં વમળ
બીજા રચે કાળાં વાદળ
એક ઓગાળે સીમાઓ
બીજા રચે, પરસાળે આગગોળા.
એકમાં સ્મિત કોઈ ફૂલનું
બીજામાં આંસુ કોઈ બાળનું
એક પદાર્થ માત્ર પર પસવારે હાથ
અને બીજો રૂંધ ગળું
રમે લોહિયાળ કાંડ.


0 comments


Leave comment