3.3 - વિસ્ફોટ – ૩ / રાજેન્દ્ર પટેલ


વિસ્મયનો વિસ્ફોટ એય એક
લીલું સ્પદન રચે
અને રચવા દે અવનવી
રંગ, રેખા ને રચના.
બીજાનું તો શું કહેવું
પગ રોડતા, મસ્તક તોડતા
વેરણછેરણ કરતા કાતિલ
અકળ આવેગ.
કોણ જાણે કોઈ
એક રસ્તાના બે છેડા
એકનો આરંભ અનંતનો
બીજાનો આરંભ રચે છે અફળ અંત.

જે ડાળ પર બેઠા હોઈએ
એને કાપવામાં
છે ઇશારો
સાહસ અને વિસ્મય તરફ
પણ આ તો જે વૃક્ષની ડાળ પર નભતા હોઈએ
તેના જ મૂળ-વિચ્છેદનો સંદર્ભ છે
આત્મધ્વંસનો.

એક હાથમાં ગદા લઈ
ઘૂમતા એક વાનરે
પાર કર્યા સમુદ્ર, જગાવી આગને
પછી રચ્યાં સંવેદનાના બીજ.
એક એક ઉપહારના મોતી તોડી
શોધે પોતાની જાત.
તોડવા તોડવામાં તાત્ત્વિક ફેર હોય છે
વાનરથી માનવ સુધી.


0 comments


Leave comment