3.4 - વિસ્ફોટ – ૪ / રાજેન્દ્ર પટેલ


એક હોય છે પદાર્થની યાત્રા
એક છે મનોહર સફર
બીજો રચે સંવાદ
શબ્દનેય હોય છે ભાવરૂપી નાવ
જવા દૂર અગોચરમાં.

વિસ્કોટ નથી તોય
અને છે તોય
છટપટે છે કાળ.
સ્થળે સ્થળે, કાળે કાળે
થતો હોય છે વિસ્ફોટ
સ્થળ-કાળ નિરપેક્ષ જે વિસ્ફોટ હોય
તે જ સાચો વિસ્ફોટ.


0 comments


Leave comment