45 - એ ગલીમાં બે ઘડીની વારતા / અંકિત ત્રિવેદી
એ ગલીમાં બે ઘડીની વારતા,
ના બની ખૂટતી કડીની વારતા.
કોણ પ્હેરી ક્યાં જશે કોને ખબર?
પગ વિનાની મોજડીની વારતા.
એટલો સંતોષ બસ લેવો રહ્યો,
વાત કરતાં આવડીની વારતા.
એમની જેમ જ મને વહાલી હતી,
એમની એ ચોપડીની વારતા.
કાલ સુધી જે ક્ષણો મારી હતી,
આજ એ ભૂલી પડીની વારતા
0 comments
Leave comment