52 - પ્રતિબિમ્બ ગીત / અનિલ વાળા


ટપાક્ ટપ ટપ ટપાક્ ટપ ટપ ટપાક્ ટપ ટપ થાય I
લાગણિયુંનાં ટપાક્ ટીપાં વરસાદી મોસમ થઈ ઝૂલ્યાં-
નળનાં પાણી નેવે પૂગ્યાં, ટપાક્ ટપ ટપ થાય .....
ધરતીમાંથી સોડમ ઊઠતી....
કાચી પાકી ભૂલભરેલી સોડમ સાથે હવા બનીને નાચો ઝૂમો
પડખું બદલે છે મોસમ
તે મોસમનો હાથ ગ્રહીને સળંગતાથી તસતસતું કાંઈ ચૂમો ચૂમો !

ચિંતાતૂર નેવાંઓ જાણે મૂકી પોટલાં ચિંતાઓનાં
આજે પૂરેપૂરું ખિલ્યાં, ટપાક્ ટપ ટપ થાય !

બંધ મોકળાં મૂકી દઈને, વસ્ત્ર બધાંયે ફેંકી દઈને
ધૂળમાં ન્હાય કુંવારપ કેવું ખુલ્લુંખુલ્લાં...
આ બાજુ તો માણસાઈ પણ ટિંગાટોળી ને એ બાજુ
ઊડ્યાં કરતાં મોજ - જયાફત - રસનાં ગુલ્લાં....

ગાંડા જેવો વેશ ધરીને બેઠે નટખટ માણસમાં સમજણનાં કાંઈ
એકસામટાં દુવાર ખુલ્યાં, ટપાક્ ટપ ટપ થાય !


0 comments


Leave comment