53 - અલ્યા, આવું કેવું ? / અનિલ વાળા
અલ્યા, આવું કેવું ?
દરરોજ અહીં તો નવડે મીંડે નેવું !
એકમાં એક ઉમેરી કાયમ બે કરવાનો તું,
દરિયામાં દરિયો ઉમેરે એનો સરવાળો શું ?
એક થઈને જીવીએ... ચાલ, આપણે બેઉં...
અલ્યા, આવું કેવું ?
ફૂલો સાથે તારે કરવો પ્રેમ અઢી સો ગ્રામ,
તોળીશ મા તું ક્રૂર ત્રાજવે લાગણીઓને આમ.
‘માણસ’ જેવું નામ ધર્યું તો ઉતાર એનું દેવું....
અલ્યા, આવું કેવું ?
0 comments
Leave comment