56 - તારો દરિયો... / અનિલ વાળા


તારો દરિયો તને હું પાછો પોષ્ટ કરું છું....
દરિયાને સાચવવો એ અઘરામાં અઘરું કામ,
કોઈ મૂકશે પથ્થર તરતો લખી રામનું નામ...

મારાં ખાલી ખિસ્સાઓને
બીજાંનાં દરિયાથી ક્યાં ક્યારેય ભરું છું ?
તારો દરિયો તને હું પાછો પોષ્ટ કરું છું.....

દરિયા ઘેલાં હાથ જરા તું લૂછ હવાથી,
દરિયો જો ખોવાયો તો ના મળશે પાછો કોઈ દવાથી !

પૂછવાનું કૈં હોય ?
પીવો હોય તો પી જા-લે, સામ્મે જ ઘરું છું.....
તારો દરિયો તને હું પાછો પોષ્ટ કરું છું.....


0 comments


Leave comment