57 - હું મારાં દરિયાને ચાહું ! / અનિલ વાળા


હું મારાં દરિયાને ચાહું !
મન ફાવે ત્યાં સામા પૂરે નદી તરીને જાઉં !
હું મારાં દરિયાને ચાહું !

એક ટીપાંમાં સોળ સૂરજની બળબળતી બપ્પોર,
ભેદ ભૂસાતાં સહુએ સરખાં, હોય. સંત કે ચોર !

હું મારાં ઝલમલતાં નીલા તરંગનું ગીત ગાઉં !
હું મારાં દરિયાને ચાહું !

હલક લઈને હેલે ચડતી સગપણની આ ભરતી,
ફૂલ બનીને મ્હેકે મુજમાં આ રેતીની ધરતી !

તું મીરાં થઈ થનથન નાચે રે જો હું શંખ બજાવું !
હું મારાં દરિયાને ચાહું !


0 comments


Leave comment