63 - દરિયાના મૂંઝારાનું ગીત... /અનિલ વાળા


દરિયાને દબડાવે આખું રણ...
દવા કરીને ફીણ-મોજાંએ જીવતાં કીધાં વ્રણ.

પાણીનો પર્યાય આપણે રણની વ્હેતી રેતી;
બેય મળીને આપણે કરીએ આજે જળમાં ખેતી !

આ દુઃખ તારું ;
આ મારું દુ:ખ જખમોને ના ખણ...

ભીનું ભીનું ભડભડવાનાં આંખે આવ્યા અવસર ;
સરવર સપનાંમાં છલક્યું ત્યાં મરી ગયું રે જીવતર.
લીલાં લીમડે કીધો ઉતારો, ના નાવણ કે દાતણ.


0 comments


Leave comment