65 - કૃષ્ણ-રાધાની સાંપ્રત સંવેદના... / અનિલ વાળા
આ અફાટ દરિયો કાનજી
ને નદી મળે તે રાધા રે,
આ વમળ ઊઠે તે કાનજી
ને કાંકરી તે રાધા રે...
આ મહેંદી છોડ તે કાનજી
ને રાતો રંગ તે રાધા રે,
આ ડાળ હલે કાનજી
ને કૂંપળ ફૂટે તે રાધા રે...
આ ધૂમ્રસેર તે કાનજી
ને બળી રહી તે રાધા રે,
આ જખમ મળે તે કાનજી
ને પીડા થતી તે રાધા રે....
0 comments
Leave comment