67 - સખીરી શ્રાવણમાં.... / અનિલ વાળા


આછાં આછાં નીર તણાં વાગે છે કૂણાં તીર સખીરી શ્રાવણમાં....
તોય અમોને થાય ભલેને તીર વાગતાં फीर સખીરી શ્રાવણમાં...

ખૂલે દશ દરવાજા ખૂલે, ખૂલી જતું તકદીર, સખીરી શ્રાવણમાં.....
‘શિવ... શિવ’ કેરો જાપ જપીને ઊઘડે છે મંદિર, સખીરી શ્રાવણમાં.....

અંદરનો ઊકળાટ ઉપરથી હેયડું થાય અધીર, સખીરી શ્રાવણમાં.....
પવન ઉપર બેસીને શમણાં ખેચે મારાં ચીર, સખીરી શ્રાવણમાં.....

હું તો ગઈ’તી ભીંજાવાને સજનાને खातीर સખીરી શ્રાવણમાં....
સાજન બોલ્યા : बनकर बीजली न ऐसे तू गीर, સખીરી શ્રાવણમાં.....

રામ ભીંજે, ને શ્યામ ભીંજે ને ભીંજે સંત કબીર સખીરી શ્રાવણમાં....
કાયર હો તે કમાડ વાસે ભીંજે છે ભડવીર સખીરી શ્રાવણમાં.....


0 comments


Leave comment