68 - સાજન ! ધકેલપાંચા.../ અનિલ વાળા
છૂટક-મૂટક શ્વાસ અને આ મૂઠીભર અજવાળાં, સાજન ! ધકેલપંચા...
આંસુ આંખો અને ચણોઠી, હાસ્ય સહુ મરમાળાં, સાજન ! ધકેલપંચા...
સાગ, સીમડી, સાદડ, મહુડી અને વળી ગરમાળાં, સાજન ! ધકેલપંચા...
સંબંધોનાં નીત નવા આ કાંટાળા કંટાળા, સાજન ! ધકેલપંચા...
જીવ સટોસટ મળી શકે જે અવસર બે હરખાળાં, સાજન ! ધકેલપંચા...
નખ, ટેરવાં, આંગળિયું ને ભાગ્ય વળી ભમરાળાં, સાજન ! ધકેલપંચા...
મંદિર, કવિતા, દિવસ, છીપલાં... સપનાંનાં સરવાળા, સાજન ! ધકેલપંચા...
ઈશ્વર, શબ્દો, સૂરજ, દરિયો... જીવનનાં ગોટાળાં, સાજન ! ધકેલપંચા...
0 comments
Leave comment