70 - કોણ ખોલે છે મને ? / અનિલ વાળા
સાવ નાહક કોણ ખોલે છે મને ?
દ્વાર માફક કોણ ખોલે છે મને ?
રોકનારું કોઈ મારામાં નથી
ઓળખી તક કોણ ખોલે છે મને ?
પોટલી હું હોઉં એનાં નામની,
એમ બેશક કોણ ખોલે છે મને ?
એક સાથે કેમ ના ખોલે મને ?
રોજ છૂટક કોણ ખોલે છે મને ?
માંડ થાવાનું મળે છે બંધ જ્યાં !
ત્યાં અચાનક કોણ ખોલે છે મને ?
0 comments
Leave comment