૫૨ નથી… / રમેશ પારેખ


તમે હાથ હેઠા કરી દ્યો હવે
કે સંબંધ તોડી શકાતા નથી

ઘણા પાળિયાઓ નજરમાં તરે
અને ક્યાંય ખોડી શકતા નથી

છે મારા જ પણ મારી સાથે કોઈ
પ્રસંગોને જોડી શકતા નથી

તમે ફોડી શકશો અરીસા કદી
ચહેરાઓ ફોડી શકતા નથી

નથી સાથે ચાલી શકાતું હવે
કે દિવસોને છોડી શકતા નથી

તમે હાથ હેઠા કરી દ્યો હવે
કે સંબંધ તોડી શકતા નથી.