73 - તારીખ - વાર સાથે / અનિલ વાળા


એનું મળી જવાનું તારીખ - વાર સાથે
ને ખળભળી જવાનું તારીખ - વાર સાથે.

તું ખોલશે કવર તો મેં મોકલેલ સપનું,
કૈં ઝળહળી જવાનું તારીખ - વાર સાથે.

કાગળ સમું હસીને કોરાં બની જવાનું,
અંતે બળી જવાનું તારીખ - વાર સાથે.

યાદી બધી સમેટી દોસ્તો અહીં બધાંને,
છે ઓગળી જવાનું તારીખ - વાર સાથે.

છે એ જ તો સનાતન, છે એ જ તો નિરંતર,
ડૂસ્કું ગળી જવાનું તારીખ - વાર સાથે.


0 comments


Leave comment