77 - ફાવે તને ? / અનિલ વાળા


ઢાળવું - ઢંઢોળવું ફાવે તને ?
નામ તારું ખોળવું ફાવે તને ?

ઘેન-ઘૂંટેલું દરદ ભેગું કરી,
ચાંદનીમાં બોળવું ફાવે તને ?

લાગણીની સૌ બજારો બંધ છે,
ત્રાજવાં લઈ તોળવું ફાળે તને ?

તીક્ષ્ણ છે આ આપણું હોવાપણું,
બેય હાથે ચોળવું ફાવે તને ?

તટ ઉપરના કાંકરા લૈ હાથમાં,
શાંત પાણી ડ્હોળવું ફાવે તને ?


0 comments


Leave comment