80 - ‘હોવાપણું’ / અનિલ વાળા


ખોઈ નાખ્યું છે તમે ખોવાપણું,
હાથમાં ક્યાં છે હવે હોવાપણું ?

મોતને જોતાં બરાબર પાસમાં,
કેટલું હિબકે ચડ્યું રોવાપણું !

બસ થયું હે, આયખા ! અટકો હવે,
જોઈ લીધું – જે હતું જોવાપણું.

વીજનો ઝબકાર ઝીણો જોઈએ,
જોઈએ મોતી સમું પ્રોવાપણું.

મત્સ્ય પાછાં થઈ ગયાં છે જીવતાં,
આંગળીમાં સળવળ્યું ખોવાપણું.


0 comments


Leave comment