81 - ખાવું પડે / અનિલ વાળા


સૂર્યને પણ આથમી જાવું પડે,
એટલું શું કામ શરમાવું પડે ?

એ જગાએ હું કદી જાતો નથી,
તાર તૂટે તો ય જ્યાં ગાવું પડે.

મોત શું છે ? જોઈ લે, નાણાંવટી !
કેન્દ્રમાંથી આમ ફેંકાવું પડે.

એટલું તૂટી નહીં ક્યારેય કે,
આપણે જાતે જ જોડાવું પડે.

આજ અમરત જો મળ્યું માણી જ લે,
કાલ તારે ઝેર પણ ખાવું પડે !


0 comments


Leave comment