82 - ફરજંદ છે / અનિલ વાળા
આયનાઓ વેચનારાં અંધ છે,
શ્હેર પણ તેથી જ સજજ બંધ છે.
ગાલગાગા ગાલગાગા ગાલગા,
આપના જેવો સરળ આ છંદ છે.
બીજ છે કૈં કેટલો મારા ખભે,
બરફ માફક ઓગળેલાં સ્કંધ છે.
હોય એ પૂરી નશીલી શક્ય છે,
આ ગઝલ મારું જ તો ફરજંદ છે.
તું હવે સત્કાર એને પ્રેમથી,
ક્યાંકથી આવી ચડેલી ગંધ છે.
0 comments
Leave comment