83 - હવાનો મ્હેલ / અનિલ વાળા


આ હવાનો મ્હેલ શું તારો જ છે ?
આ બધોયે ખેલ શું તારો જ છે ?

અક્ષરોની આડશેથી જે મળ્યો,
હાથ એ થીજેલ શું તારો જ છે ?

મોર જે રખડ્યા કરે મારાં ઘરે,
હે, ઢળકતી ઢેલ ! શું તારો જ છે ?

શિલ્પ આજે થૈ ગયો છે છેવટે,
પગ ઘણું નાચેલ શું તારો જ છે ?

એક વેળા આબરૂનો ગઢ હતો,
કોટ આ ફાટેલ શું તારો જ છે ?


0 comments


Leave comment