85 - ખાલી લડખડે / અનિલ વાળા
ઘૂડને રેડવું હશે, છો ને રડે,
એમ રડવાથી કદી સૂરજ જડે ?
કૈં જ મેં પીધું નથી, સોગંદથી –
શું કરું પગ આમ ખાલી લડખડે !
આ શિયાળો કેટલો ઠંડો હતો,
આંખથી સીધો બરફ હેઠો પડે !
જો તને ભડતું ખુદા સાથે નથી,
જો તને મારીય સાથે નહીં ભડે.
શ્વાસ હું ના છૂટથી કંઈ લઈ શકું,
કોણ એવી યોજના પાછી ઘડે ?
ગોળ પથરો ને યુગોનો શાપ છે,
સહેજ થાકો ત્યાં તરત નીચે દડે.
0 comments
Leave comment