87 - મોકલું / અનિલ વાળા


નંદનો છટકેલ છોરો મોકલું.
ફાગ રમવા રંગ થોરો મોકલું.

તું લખી લેજે તને ગમતી ગઝલ,
એક કાગળ સાવ કોરો મોકલું.

તું પ્રવાસોથી હવે થાક્યો હશે,
પત્ર દ્વારા આજ પોરો મોકલું.

ખિન્ન હો તો તું મને લખજે તરત,
હું છલકતો સ્નેહ મોરો મોકલું.

સાંધવાનું તું ય શીખ્યો હો અગર,
શ્વાસનો તૂટેલ દોરો મોકલું.


0 comments


Leave comment