88 - ગાંધી આપ / અનિલ વાળા
મારું સપનું સાંધી આપ,
પડછાયાને રાંધી આપ.
તારામાં જો ત્રેવડ હોય,
જીવ પડીકે બાંધી આપ.
હે, ગુજરાતી ધરતી ! આજ
પાછો અમને ગાંધી આપ.
નાનું અમથું તું ઘર આપ,
એમાં તોરણ કાંધી આપ.
એક છલાંગે સમદર સાત,
તું પણ આજે લાંઘી આપ.
દેશે એ મોટું તોફાન,
જેને ચપટી આંધી આપ.
0 comments
Leave comment