૪૫ તૂટેલા પાંદડાનું ગીત….


કાલે આવ્યા ને આજ ચાલ્યા રે ભાઈ,
અમે છીએ મહેમાન છીએ એટલે
કાલે આવ્યા ને આજ ચાલ્યા રે ભાઈ,
અમે છીએ મહેમાન છીએ એટલે
પંખી નથી રે તો ય ઊડવું પડે છે
એક તૂટેલું પાન છીએ એટલે

પહેલો ઊઘાડ બની પાનનો
દીધી’તી અમે કોઈ એક ડાળને વસંત
દીધી’તી અમે કોઈ એક ડાળને વસંત
વ્રુક્ષો કદાચ ખરી જાશે રે તો ય
મારી લીલા તો ઊગશે અનંત
મારી લીલા તો ઊગશે અનંત

મારો અભાવ લીલા જંગલનો અંત નહીં –
મારો અભાવ લીલા જંગલનો અંત નહીં
એવા સભાન છીએ એટલે
કાલે આવ્યા ને આજ ચાલ્યા રે ભાઈ,
અમે છીએ મહેમાન છીએ એટલે
કાલે આવ્યા ને આજ ચાલ્યા રે ભાઈ,
અમે છીએ મહેમાન છીએ એટલે

સુક્કી રેખાઓ નહીં વીતકના ચાસ
નહીં સુક્કી રેખાઓ મારું દુખ
નહીં સુક્કી રેખાઓ મારું દુખ
ડાળીએ ફૂટે તે મારી તાજી હથેળી
અને જંગલ આખ્ખું ય મારું સુખ
અને જંગલ આખ્ખું ય મારું સુખ

લીલું તરબોળ સુખ બીડનું લઈને અમે
લીલું તરબોળ સુખ બીડનું લઈને અમે
વાતનું મેદાન છીએ એટલે

કાલે આવ્યા ને આજ ચાલ્યા રે ભાઈ,
અમે છીએ મહેમાન છીએ એટલે
કાલે આવ્યા ને આજ ચાલ્યા રે ભાઈ,
અમે છીએ મહેમાન છીએ એટલે
પંખી નથી રે તો ય ઊડવું પડે છે
એક તૂટેલું પાન છીએ એટલે.