89 - ક્યાંથી હરું ? / અનિલ વાળા
તું કહે એવું બધું ક્યાંથી કરું ?
મોત પહેલાં હું ભલા ક્યાંથી મરું ?
આવડે છે કે નહીં એ જાણવા,
લાવ, તારી આંખમાં થોડો તરું.
જાગતાં હું ગઢ રચું ઇચ્છા તણો,
ઊંઘતાં હું કાંગરા, માફક ખરું.
એ જ છે છેલ્લી દવા એની હવે,
દોસ્ત ! જખમો હું ગઝલ દ્વારા ભરું.
ખાતરી કરવી જ હો દોસ્તી તણી,
ઢાલ બદલે જાત હું મારી ધરું.
વસ્ત્ર મારું ખેંચશે ચિંતા નથી,
કૃષ્ણ થઈને ચીર હું ક્યાંથી હરું ?
0 comments
Leave comment