90 - એવુંય કારણ હોય છે / અનિલ વાળા


શબ્દથી જેને અડીને સ્નેહ સગપણ હોય છે,
આંખમાં એની સદાયે ઘીખતું રણ હોય છે.

હોય છે એવું જ એ દેખાડશે કાયમ બધું,
સત્યના પર્યાય શું પ્રત્યેક દર્પણ હોય છે.

માત્ર ખાલી હોય ખાલીપો સદા, કોણે કહ્યું ?
ત્રાજવું લઈ જોખતાં એ પાંચસો મણ હોય છે !

ચીડ મારાં પર મને શાથી ચડે છે, શું કહું ?
કોઈ કારણ હોય ના એવુંય કારણ હોય છે.

કૈં જ લેવાનું નથી આ જિંદગીમાં આપણે,
સર્વનું સ્મશાનમાં આ એક તારણ હોય છે.


0 comments


Leave comment