95 - છાતી નથી હોતી / અનિલ વાળા
આાંખડી જેની અસલ રાતી નથી હોતી,
ગીત હો કે હો ગઝલ ગાતી નથી હોતી.
ચોતરફ ફેલાય છે દોસ્તો ગઝલગીરી,
બારણાંમાં ઠોકરો ખાતી નથી હોતી.
એ લખી શકતાં નથી સંવેદનાનાં સૂર,
જેમની છત્રીસની છાતી નથી હોતી.
એક દીવો તેલ વિણ પ્રગટ્યા કરે કાયમ,
એ પ્રકાશે છે છતાં બાતી નથી હોતી.
પેટ ચીરીને તને હું સત્ય દેખાડું !
સંતની તો કોઈ પણ જાતિ નથી હોતી.
0 comments
Leave comment